વર્તમાન પરિસ્થિતિમાં દેશમાં એક વર્ગ જે સૌથી વધુ મૂંઝાય છે અને તે છે પત્રકાર-તંત્રી-પ્રેસ રિપોર્ટર, પછી ભલે ને એ પ્રિન્ટ મીડિયા સાથે કે ઇલેક્ટ્રોનિક મીડિયા સંકળાયેલ હોય. તેમને પર્યાપ્ત પગાર કે મહેનતાણું અપાતું હોય. નજીવું પગાર ધોરણ, ઓછી જાહેરાતની આવક વચ્ચે ઘર પરિવાર અને બાળકોના ભણતર ની કોઈ વ્યવસ્થા નથી. આવાસ માટે પહેલા જેવી કોઈ સુરક્ષા નથી. પત્રકારની પોતાની પણ કોઈ સુરક્ષા નથી. વીમો નથી. રાષ્ટ્રના ચોથો સ્તંભ કોરાણે મુકાયો છે.
અખબાર નવેશો દ્વારા અને ચેનલો દ્વારા જ્યારે તેમનું શોષણ થાય ત્યારે વ્યાજબી પગાર કે આવકના કોઈ ધારાધોરણ વગર જીવતા પત્રકારને જાહેરાત માત્ર વધારાની આવકનું સાધન છે,અને એ પણ નગણ્ય. આ સમસ્યાઓમાંથી પ્રેસ-મીડિયાને સુરક્ષા સાથે આગળ ધપાવવા માટેના ઉત્કૃષ્ટ ઉમદા પ્રયાસ સાથે ભારતવર્ષ પત્રકાર વિકાસ પરિષદનું ગઠન કરવાનો પ્રયાસ કરાયો છે.
હાલની વિષમ પરિસ્થિતિમાં પત્રકારની સામાજિક અને આર્થિક સુરક્ષા સાથે સમાજનું પણ ઉત્થાન થાય, સૌની યોગ્ય જરૂરિયાતને પહોંચી વળવા ભારતવર્ષ પત્રકાર વિકાસ પરિષદનું ભારત સરકારના કંપની કાયદાની કલમ 8 મુજબ રજીસ્ટર કરવામાં આવ્યું છે.
WEBSITE- www.bpvp.org
EMAIL - [email protected]
કંપનીની ડિટેલ વેબસાઈટ ઉપર મુકવામાં આવેલ છે. પરિષદના ચેરમેન અને એમડી ધનંજયભાઈ ઝવેરી જેઓ ઉદ્યોગો સાથે સંકળાયેલ છે. બી.કોમ સુધીનો અભ્યાસ ધરાવે છે. પત્રકારત્વ ક્ષેત્રે ભરૂચ સહિત સમગ્ર ગુજરાતમાં ખ્યાતિ ધરાવે છે, તેઓ સાથે જોડાયેલ ટીમ પણ પત્રકારત્વમાં લાંબા સમયથી કાર્યરત છે. હાલના તબક્કે પત્રકારો સાથે સમાજમાં પણ પર્યાપ્ત આવકના ઠેકાણા નથી,પત્રકાર પણ સમાજનો અભિન્ન અંગ છે. જેથી ભારતવર્ષ પત્રકાર વિકાસ પરિષદ દ્વારા નક્કી કરાયું છે કે સમાજનો પણ. ઉચિત સ્થાન, આવક અને સુરક્ષા સાથે વિકાસ થાય તેવા પ્રયત્ન પરિષદ દ્વારા કરવામાં આવશે.
પત્રકાર સાથે સમાજની આવક વધે અને નાની નાની બચત પરિષદની પણ થાય જેથી સમાજના ઉત્થાનના કાર્યો કરી શકાય. પણ હાલના તબક્કે જ્યારે સમાજને પણ મોંઘવારી નડતી હોય, વ્યવસાયના ઠેકાણા પડતા ન હોય, ત્યારે પરિષદને અનુદાન મળવું કઠિન છે.
ભારતવર્ષ પત્રકાર વિકાસ પરિષદ એ કંપની એક્ટની કલમ 8 મુજબ રચાયેલી હોવાથી પરિષદ વ્યવસાય કરી શકે,પણ પત્રકારોને માત્ર એક જ વ્યવસાય હસ્તગત હોય અને તે છે જાહેરાત. જેથી ભારતવર્ષ પત્રકાર વિકાસ પરિષદની ટિમ દ્વારા અનેક જાહેરાતદાતાઓની યાદી બનાવી તેઓ માટે એક પ્લેટફોર્મ બનાવ્યું છે.