શરતો –
- અક્સ્માત મ્રુત્યુ સહાયનો લાભ મેળવવા માટે જોડાયેલ વ્યક્તિએ અન્ય 5 વ્યક્તિને જોડવા જરૂરી છે. જો તેમ કરવામાં કસૂર થશે તો અકસ્માત મૃત્યુ સહાય મળશે નહિ.
- અકસ્માત મૃત્યુ જે તે વ્યક્તિના વારસદારને જ મળશે. જેનુ નામ રજીસ્ટર્ડ હશે. જે બાબતે અકસ્માત FIR , PM રિપોર્ટ, અને અગ્નિદાહ કે દફન કર્યાનો સક્ષમ અધિકારીનુ પ્રમાણ પત્ર જરૂરી છે. જે મળેથી 1 મહિનાની મુદતમાં પરિષદ ભોગ બનનારના પરિષદ ચોપડે રજીસ્ટર્ડ વારસદાર ને જ મળશે.
- જોડાનાર વ્યક્તિ ને 1 વર્ષ માટે જ જાહેરાતની વેબસાઇટ્સ વાપરવા દેવામાં આવશે જેની નક્કી કરેલી રકમ અથવા ફી સમય અવધિમાં નિયમ મુજબ એડવાન્સ ચૂકવવાની રહેશે. અનિવાર્ય સંજોગોમાં વેબસાઈટ બંધ થશે તો કંપની ની જવાબદારી રહેશે નહીં.
- આગ,અકસ્માત,અતિવૃષ્ટિ,યુદ્ધ,કે અન્ય પરિબળો ને કારણે વેબસાઈટ બંધ થાય તો તે બાબતે વળતર કે સમય અવધિમાં વધારો મળશે નહીં.
- આપના વોલેટમાં જ આપનું INVOICE જનરેટ થઈ જશે.
- કોઈ પણ સંજોગોમાં કપાયેલ કે ભરેલ નાણાં પરત મળશે નહીં.
- વેબસાઇટો સાથે કોઈ પણ પ્રકારની ખોટી માહિતી આપનાર સામેં કાયદેસરના પગલાં ભરાશે તેની જવાબદારી અને ખર્ચ જેતે વ્યક્તિ એ ઉઠાવવાનો રહેશે અને કાનૂની કાર્યવાહી પણ તેની સામે જ થશે
- વેબ સાઇટ પર અભદ્ર ટિપ્પણી કે ફોટા અપલોડ કરવા, કે ભારતના બંધારણ મુજબ કે કાયદાનું કે સામાજીક સમરસતાનું ઉલ્લંઘન ન થાય તે જોવાની જવાબદારી વેબ સાઇટ વાપરનારની રહેશે.
- જોઇનિંગ ફોર્મમાં અધૂરી વિગત (પાનકાર્ડ અને બૅન્ક ડીટેઈલ) જોડાયાના એક મહિનામાં એટલેકે તરત આવનાર 25મી તારીખ સુધીમાં ફિલ અપ કરવી નહીં તો પેમેન્ટ ન મળે તેની જવાબદારી સાઈટ વાપરનારની ગણાશે.
- જોડાયેલ વ્યક્તિએ પોતાનો આઈડી પાસવર્ડ સાચવી અન્ય વ્યક્તિ ને ખબર ન પડે તેનું ધ્યાન રાખવું આમ કરવામાં કસૂર થાય તો કંપની કે તેના સ્ટાફ કે કર્મચારી ની કોઈ જવાબદારી રહેશે નહીં.
- કોઈ પણ સંજોગોમાં બેન્ક બદલી શકાશે નહીં. બેન્ક બદલવા માટે કાયદેસર એફિડેવિડ કરી, નવી બૅન્કનાં સહી- સિક્કા કરાવી ઓરિજિનલ હાર્ડકોપી કંપનીના રજીસ્ટર્ડ એડ્રેસ પર મોકલવાની રહેશે અને ત્યારબાદ 15 થી 30 દિવસની સમય અવધિમાં આપની નવી બેન્ક કંપની દ્વારા અપલોડ થશે.
- આપનું એકાઉન્ટ અન્ય વ્યક્તિ વાપરી શકશે નહીં. આમ થાય તો તેની જવાબદારી કંપની ની રહેશે નહીં. અલગ-અલગ કેટેગરી વાપરવા માટે અલગ-અલગ જોઈનીંગ કરવાનું રહેશે.
- Wallet માનું invoice એક વખત બની ગયા પછી કંપની દ્વારા સરકારને GST ભરવાનો થતો હોય કોઈ પણ સંજોગોમાં invoice કેન્સલ થશે નહીં. કે કપાયેલ નાણાં પરત મળશે નહિ. જે બાબતે કોઈ પણ જાતની તકરાર સ્વીકારવામાં આવશે નહીં.
- MLM થી આવતી જાહેરાત મેમ્બરે જાતે બનાવી અપલોડ કરવાની રહેશે.
- જાહેરાતકર્તાઓએ જાહેરાતને ચોક્કસ પિક્સેલ્સ મુજબ .jpg ફોર્મેટમાં સબમિટ કરવાની રહેશે.
- કોઈપણ ગેરકાયદેસર, અનૈતિક પ્રવૃત્તિ અથવા દેશના કાયદા દ્વારા મંજૂરી ન હોય તેવી કોઈ પણ પ્રવૃત્તિની જાહેરાત અપલોડ થશે નહીં. તેવી જ રીતે, કોઈપણ દાવા કે જે અવ્યવહારુ છે અને લોકોને કેટલાક ગેરવાજબી લાભો માટે / તેમને ચમત્કાર માટે ગેરમાર્ગે દોરવા માટે બનાવવામાં આવે છે, તેવી જાહેરાત અપલોડ થશે નહીં.
- આમ કરવામા આવશે તો જાહેરાત દાતાની જવાબદારી રહેશે.
- એકવાર જાહેરાત ઓનલાઇન થઈ જાય પછી, જાહેરાતકર્તા જાહેરાત પાછી ખેંચી લેવાનું અથવા બંધ કરવાનું પસંદ કરે તો કોઈરીફંડ આપવામાં આવશે નહીં.
- લગ્નની કેટેગરી વાપરનાર પોતાના વાલી-વારસોનો મોબાઈલ નંબર એડ કરવો. દીકરીઓએ પોતાનો નંબર એડ કરવો નહિ.
- ફ્રેન્ચાઇઝી બનવા માટે 10 પીન લેવી ફરજીયાત છે. ફ્રેન્ચાઇઝી રજીસ્ટર થવામાં ONE WEEK લાગશે. નશો કરેલ હાલતમાં અક્સ્માત મ્રુત્યુ થાય તો મૃત્યુ સહાય મળવા પ્રાપ્ત રહેશે નહિ.
- જાહેરાતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાના હેતુથી જ આ પ્લેટફોર્મ ઊભુ કરેલ છે. પરંતુ સાથે સાથે પરિષદનો વિકાસ અને જોડાનાર વ્યક્તિની આવક વધે તેવા આશયથી જ તેને મલ્ટીલેવલ માર્કેટિંગ દ્વારા પ્રમોટ કરેલ છે.
- જેથી જોડાયેલ વ્યક્તિ દ્વારા ભરાયેલ કે કપાયેલ રકમ એ ફી છે. નહીં કે કોઈ ઈન્વેસ્ટમેન્ટ અને જોડાનાર વ્યક્તિ website વાપરે કે નહીં તે બાબતની પરિષદની કોઇ જ જવાબદારી રહેતી નથી.
- ન્યાયક્ષેત્ર ભરૂચ કોર્ટને આધીન રહેશે.