Banner
મેલબોર્નમાં નીતિશ કુમાર રેડ્ડી બન્યો ‘પુષ્પા’, ઓસ્ટ્રેલિયામાં પહેલીવાર કર્યું અદ્ભુત પરાક્રમ

નીતિશ રેડ્ડી ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ભારતની સૌથી મોટી શોધ તરીકે ઉભરી આવ્યો છે. તેણે પોતાની બેટિંગથી ઘણા પ્રભાવિત કર્યા છે. મેલબોર્નમાં પણ તેણે શાનદાર બેટિંગનું પ્રદર્શન કર્યું અને અંતે તેની પ્રથમ ટેસ્ટ ફિફ્ટી ફટકારી અને બાદમાં આ ફિફ્ટીને સદીમાં ફેરવી.

નીતિશ રેડ્ડી આ શ્રેણીમાં ત્રણ વખત 50ની નજીક પહોંચી ગયો હતો, પરંતુ કમનસીબે આઉટ થઈ ગયો હતો. પરંતુ તેણે બોક્સિંગ ડે ટેસ્ટમાં કોઈ ભૂલ કરી ન હતી અને 81 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. 50 રન બનાવતાની સાથે જ તેણે ઓસ્ટ્રેલિયાના ચાહકોની સામે પુષ્પાની સ્ટાઈલમાં ઉજવણી કરી હતી. આ જોઈને આખા સ્ટેડિયમમાં ભારતીય ચાહકોનો ઘોંઘાટ ગુંજી ઉઠ્યો હતો. મેલબોર્ન ટેસ્ટના બીજા દિવસે ભારતીય ટીમે 159 રનના સ્કોર પર 5 વિકેટ ગુમાવી દીધી હતી. ત્રીજા દિવસની શરૂઆત પણ સારી રહી ન હતી. ભારતે પહેલા સેશનમાં 2 વિકેટ ગુમાવી દીધી હતી. 191ના સ્કોર પર રિષભ પંત ખરાબ શોટ રમીને વોકઆઉટ થયો હતો. આ પછી નીતીશ કુમાર રેડ્ડીએ ઓસ્ટ્રેલિયા સામે લડવાનું શરૂ કર્યું અને પોતાની ઈનિંગ દ્વારા સાબિત કરી બતાવ્યું કે પરિસ્થિતિ ગમે તેટલી મુશ્કેલ હોય, તે ઝૂકવાનો નથી. રેડ્ડીએ પહેલા ભારતને ફોલોઓનથી બચાવ્યું, પછી પોતાની અડધી સદી પૂરી કરી. આ પછી, ‘પુષ્પા’ ફિલ્મની જેમ ‘મેં ઝૂકેગા નહીં’ સ્ટાઈલમાં ઉજવણી કરી હતી. 6 વિકેટ પડ્યા બાદ નીતિશ કુમાર રેડ્ડીએ પહેલા રવીન્દ્ર જાડેજા સાથે 31 રનની નાની ભાગીદારી કરી હતી. પરંતુ જાડેજા 17 રન બનાવીને નેથન લાયનનો શિકાર બન્યો હતો. છતાં રેડ્ડીએ હાર ન માની. વોશિંગ્ટન સુંદરની સાથે તેણે વિકેટ બચાવવાની સાથે-સાથે રન બનાવવાની પણ શરૂઆત કરી હતી. સુંદરની સાથે તેણે આઠમી વિકેટ માટે રેકોર્ડ સદીની ભાગીદારી કરી હતી. ભારત ઓસ્ટ્રેલિયાથી 148 રન પાછળ ટી બ્રેક સુધી બંનેએ મળીને 195 બોલમાં 105 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયામાં આઠમી વિકેટ માટે ભારતની આ સૌથી મોટી ભાગીદારી છે. આ દરમિયાન નીતિશના 85 રન અને વોશિંગ્ટન સુંદરના 40 રનની મદદથી ટીમ ઈન્ડિયાએ 7 વિકેટના નુકસાન પર 326 રન બનાવી લીધા છે અને હવે ઓસ્ટ્રેલિયાથી 148 રન પાછળ છે.

profile logo